રાજકોટમાં ભારે વરસાદનાં કારણે ન્યારી ડેમ થયો ઓવરફ્લો: 6 દરવાજા ખોલાયા

0
170
/
/
/

(અલનસીર માખાણી) : રાજકોટ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. રાજકોટમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં અવિરત વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. ભોમેશ્વર વિસ્તારમાં જાગૃતિ સોસાયટીમાં લોકોના ઘરમાં 2 ફૂટ સુધીના પાણી ભરાઇ ગયા હતા. લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ હતી. તો પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આજુબાજુ રહેતા લોકોના ઘરમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જામનગર રોડ પર આવેલો ન્યારી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે રાજકોટના અન્ય વિસ્તાર જેવા કે 150 ફૂટ રીંગ રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ પર પણ પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. વાહનચાલકોના વાહન બંધ થઇ જવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner