મોરબી : શનાળા રોડ પર કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

0
62
/

મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 24ના રોજ મોરબીના શનાળા રોડ પર GIDC નજીક ગણેશ સીમેન્ટનાં કારખાનામાં ઇલેકટ્રીક શોક લાગતા બેરમસીંહ સુરસીંહ બામણીયા (ઉ.વ. 25)નું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/