મોરબી: રામકો વિલેજ નજીક જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

0
164
/

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી-હળવદ હાઇવે પર જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 43,500 જપ્ત કરી છે.

મોરબી તાલુકાના મોરબી-હળવદ હાઇવે પર રામકો વીલેજના હનુમાનજીના મંદીર પાસેથી છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 43,500 કબ્જે કરી છે. આ બનાવમાં ભરતભાઇ છગનભાઇ સોરીયા, દર્શનભાઇ જનકલાલ ઝા, લાલજીભાઇ કાંતીભાઇ લશ્કરી, હીરેનભાઇ શૈલેષભાઇ ખીચડીયા, જયેશકુમાર રણછોડભાઇ કાવર તથા અશોકભાઇ ગોરધનભાઇ ગઠીયાની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/