મોરબી-માળીયા હાઇવે પર ગાળા ગામ પાસે રોડ નીચે ખાબકતા 8 ઈજાગ્રસ્ત

0
69
/

મોરબી : મોરબી-માળીયા હાઇવે પર ગાળા ગામ નજીક એક રીક્ષા અચાનક રોડ હેઠળ ઉતરી જતા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત થયેલી રિક્ષામાં મુસાફરી કરતા 8 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મોરબીના વીશીપરામાં રહેતા 8 લોકો માળીયા મી.થી રિક્ષામાં પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે ગાળા (દાદા શ્રીનગર) ગામ નજીક સામેથી આવતા વાહનથી બચવા માટેના પ્રયાસમાં રીક્ષા આગળ ઉભેલી પંચરગ્રસ્ત ટ્રાવેરા કાર સાથે અથડાઈને રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. આ બનાવમાં શકીનાબેન બાવાભાઈ મોવર, હનિફાબેન ઈકબકભાઈ જામ, જેનમબેન ઇબ્રાહીમભાઇ મોવર, મુરાદ મહેબૂબ બાવરીયા, ગુલશનબેન અબ્બ્દુલભાઈ મોવર, રશીદાબેન સલીમભાઇ મોવર અને અબ્દુલભાઇ બાવાભાઈ મોવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/