મોરબીની ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરાયું

0
25
/

મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલી મહામારીની સ્થિતિ વચ્ચે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોના ધંધા રોજગાર ખોરંભે પડ્યા છે ત્યારે ઘરમાં બે છેડા ભેગા કરવાનું નાના અને મધ્યમવર્ગ માટે મુશ્કેલ બન્યું છે ત્યારે ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ એવા કુલ 35 પરિવારોને 5 કિલો ઘઉંનો લોટ, ચોખા, ભેળવેલી ખીચડી, તેલ, ખાંડ, ચા, મસાલા, ન્હાવાનો-કપડાં ધોવાનો સાબુ, બટેટા સહિતની સામગ્રી કીટમાં આપવામાં આવી હતી. આ કીટ વિતરણ માટે ક્લબના સભ્યોએ ડોનેશન આપ્યું હતું તેમજ કલબના સભ્ય નદીમભાઇ પંજવાણી તથા યોગી ગ્રુપનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો તેવું ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીએ એક યાદીમાં જણાવેલ હતું.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/