મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો

0
56
/

મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો

મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યા લોકોએ મહાદેવના દર્શન તથા આરતી અને પૂજા અર્ચના તેમજ ભંડારાનો શ્રદ્ધાપૂર્વક લાભ લીધો હતો.

મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા સીધેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ અંગે પૂજારી પ્રવિણપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે,22 વર્ષ પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જ્યાં સીધેશ્વર મંદિર છે ત્યાં કોમન પ્લોટ હતો.તે વખતે પ્રખર રમાયણી સંત મોરારીબાપુની કથા અહીં યોજાઈ હતી અને મોરારી બાપુની જ્યાં વ્યાસ પીઠ હતી.તે જગ્યાએ 22 વર્ષ પહેલાં સીધેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું હતું.ત્યાર પછી 10 વર્ષ બાદ આ મંદિરની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી છે.આ સીધેશ્વર મહાદેવ પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા છે આથી પ્રવિત્ર શ્રાવણ માસમાં આ મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શને આવે છે ત્યારે હવે શ્રાવણ માસ અંતિમ ચરણમાં પ્રવેશી ચુક્યો હોવાથી પ્રતિવર્ષની પરંપરા મુજબ ભંડારો યોજાયો હતો.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/