મોરબી: કાલે ભાજપ દ્વારા હેલ્થ ચેકઅપ અને ઓરલ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન

0
127
/

મોરબીમાં આવતીકાલે તા. 20ના રોજ ઓરલ હેલ્થ-ડે નિમિતે ભાજપના મેડિકલ સેલ તથા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલની પ્રેરણાથિ મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તા.20 માર્ચના રોજ ઓરલ હેલ્થ-ડેની ઉજવણી માટે જુદા -જુદા સ્થળોએ ઓરલ હેલ્થ ચેકઅપ અને ઓરલ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ કેમ્પ ઓમ હોસ્પિટલ ખાતે યોજાશે જેમાં ડો. હિતેશ પટેલ અને ડૉ. નિલેશ પટેલ સેવા આપશે. વધુમાં અન્ય કેમ્પ રાધે હોસ્પિટલમાં યોજાશે જેમાં ડો. અલ્પેશ ફેફર સેવા આપશે અને એડવાન્સ ડેન્ટલ ક્લિનિક ખાતે કેમ્પમાં ડો. મિલન ઉધરેજા તથા ડો. ઉષાબેન મેમોરિયલ હોસ્પિટલ ખાતે કેમ્પમાં ડો. કેતન હિંડોચા અને બંધુ સમાજ હોસ્પિટલ ખાતેના કેમ્પમાં ડો. ચિંતન પટેલ સેવા આપશે તે જ રીતે સ્મિત ડેન્ડલ ક્લિનિકમાં ડો. પરેશ પરમાર ફરજ બજાવશે. આ ઉપરાંત સુદાંત ડેન્ટલ ક્લિનિકમા આયોજિત કેમ્પમાં ડો. ચંદ્રકાન્ત પટેલ અને આસ્થા ડેન્ટલ ક્લિનિકમાં ડો. મનીષ અઘારા સેવા આવશે. જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/