મોરબી નગરપાલિકા દ્વારા કાલે રવિવારે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે

0
140
/
/
/
રાજ્યમંત્રી મેરજાના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે

મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા હમણાંથી વિવિધ રોડના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે રવિવારે મોરબી નગરપાલિકા દ્વારા રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યમંત્રી મેરજાના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે.

મોરબીમાં ચોમાસામાં અનેક રોડની પથારી ફરી ગઈ હતી. ઘણા માર્ગ ચાલવા યોગ્ય પણ રહ્યા નથી. ત્યારે હવે શહેરના મુખ્યમાર્ગો ચાલવા યોગ્ય બને તે માટે મોરબી નગરપાલિકા દ્વારા વિવિધ રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે. મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે તા.12ના રોજ રવિવારે સવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોડના કામનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરાયું છે. જેમાં પંચાસર રોડ, હનુમાનજી મંદિર પાસે અને કબીર ટેકરી વિસ્તારમાં રોડનું ખાતમુહૂર્ત કરાશે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/