ટંકારાના નેસડા ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત

0
192
/

ટંકારા તાલુકાના નેસડા ગામે વાડી એ મજૂરી કામ કરતો આદિવાસી મજુરો યુવાન કૂવાની પાળ ઉપર બેઠો હતો દરમિયાન અકસ્માત માટે આ યુવાન કૂવામાં પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી કરીને ટંકારા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે નેસડા ગામે વિજયભાઈ ભાડજા ની વાડીએ રહીને મજૂરી કામ કરતો મૂળ એમપીનો બનીસિંગ ચોહાણ ઉ.૨૮ ગઈ કાલે વાડીએ આવેલા કૂવાની પાળી પર બેઠો હતો ત્યારે અકસ્માતે આ યુવાન કૂવામાં પડી જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ડેડબોડીને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/