મોરબી : રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરતું એ ડિવિઝન

0
99
/
/
/

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2015 થી 2018 સુધી પકડાયેલ રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઈંગ્લીશ દારૂ અંગે નામદાર કોર્ટ મોરબીમાથી સ.ને.2015 થી 2018 સુધીના નાશ કરવા અંગેનો હુકમ મેળવવામાં આવેલ હોય જે હુકમ અનુસંધાને આજ રોજ સબ.ડીવી.મેજી. એસ.જે.ખાચર, નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશી, નશાબંધી અધિકારી રાજકોટ એચ.જે.ગોહિલ, ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરીની હાજરીમાં ધુનડા રોડ ઉપર ઇડન હિલ્સ તરફ જતા રસ્તા પાસે સરકારી ખરાબામાં ઈંગ્લીશ દારૂ અને બીયરની કુલ બોટલ નંગ-2404 કિ.રૂ.7,21,900/-ના મુદામાલનો રોડ રોલરથી નાશ કરવામાં આવ્યો છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner