વાકાનેર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બાળકી સાથે બળાત્કાર

20
352
/

વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક મિનિટમાં મજૂરી કામ કરતા મજુરની દીકરીને આ કારખાનામાં કામ કરતા મૂળ ઓડીશાના મજૂર દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભોગ બનેલ સગીરાના પિતાની ફરિયાદ લઇને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતી ઢુવા ચોકડી પાસે આવેલ સોનીટેક સેનેટરીના કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ યુપીના અને હાલમાં આ કારખાનામાં મજૂરી કામ કરતા મજુરની સગીર વયની દીકરીને મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં આ જ કારખાનામાં રહેતા અજય ગિરધરભાઈ બરીક નામના શખ્સ દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે જેથી આ બનાવની સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી હતી અને ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય ગિરધરભાઈ સામે ગુનો નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દૂષ્કર્મની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

20 COMMENTS

Comments are closed.