રેડ પાડી ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આજે 3 બાલમજૂરોનો સફળ બચાવ

0
41
/

મોરબીમાં આજે  જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા નહેરુ ગેટ વિસ્તારમાં અવેરનેસના ભાગરૂપે 3 બાળકોને બાલશ્રમમાંથી મુક્ત કરાવીને તેમના પુનઃસ્થાપન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબીમાં આજે નહેરુ ગેટ વિસ્તારમાં જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં મોબાઈલ અને ટાયરની દુકાનમાં કામ કરતા પંદર થી સત્તર વર્ષના 3 બાળકોને છોડાવ્યા હતા અને તેમના પુનઃસ્થાપન અંગેના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમના અભ્યાસ માટેની પ્રક્રિયાઓ પણ શરૂ કરી હતી. આ કામગીરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સરકારી શ્રમ અધિકારી અને બાળ સુરક્ષા એકમ દ્વારા સફળ બનાવવામાં આવી હતી.

બાળશ્રમિકો અંગેનો કાયદો બન્યા પછી પણ આજે ઘણા સમયથી ચાની લારીઓ, હોટેલો, રેકડીઓ વગેરે જગ્યાએ આજે પણ બાળકો પાસે મજુર તરીકે કામ કરાવવામાં આવે છે, આથી તંત્ર સમયાંતરે આવી જગ્યાઓ પર દરોડા પાડીને આવા બાળશ્રમિકોને પુનઃસ્થાપિત કરે તો આવા બાળમજૂરો ભણી શકે અને પોતાનું તથા પોતાના પરિવારનું જીવનધોરણ ઉંચુ લાવી શકે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/