મોરબી તાલુકા કોંગ્રેસના 35 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા !!

0
100
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં જયંતિભાઇ પટેલના રાજીનામાં બાદ રાજીનામાનો રીતસર દૌર શરૂ થયો છે. ત્યારે મોરબી તાલુકા કોંગ્રેસના વધુ 35 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ આજે રાજીનામુ ધરી દીધું છે.

મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને મોરબી તાલુકા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુભાઈ માકાસણા અને તેમની સાથે 35થી વધુ કોંગ્રેસના આગેવાનો આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓના જણાવ્યા અનુસાર મોરબી તાલુકામાં આ કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ પડ્યું છે. આવનાર દિવસોવધુ આગેવાનો ભાજપમાં જોડાશે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/