મોરબી : તાત્કાલિક જરૂરિયાતમંદ દર્દીને રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ આપતો યુવાન

0
67
/

મોરબી : મોરબીમાં સેવાભાવી ગ્રુપના યુવાન સભ્યે સમયસર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.

ટંકારાના વતની પ્રજ્ઞાબેન રસીકભાઈ કુકડીયા (ઉ.વ. 33) સ્વાસ્થ્ય ખરાબ થતા મોરબી શહેરની આર્શીવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં તેમની પ્રાથમિક તપાસ બાદ વહેલી સવારના ઓપરેશન કરવાનું હોવાથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના પરીજનોને B Negative રક્તની વ્યવસ્થા કરી રાખવા કહેવામા આવ્યું હતું.

ત્યારે મોરબીમાં રક્તદાન માટે કામ કરતી યુવા આર્મી ગ્રુપના સભ્ય હેમલભાઈ સોનીએ સમયસર પોહતી રક્તદાન કરી રક્તની જરુરીયાત પુરી પાડી હતી. જે બદલ દર્દીના પરીજનોએ યુવા આર્મી ગૃપનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/