મોરબીમાં બુધવારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહ યોજાશે

0
41
/
/
/

[રિપોર્ટ: રાઘેશ બુધ્ધભટ્ટી] હાલ વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર “દેવર્ષિ નારદ “દેવર્ષિ નારદ જયંતિ”ના પાવન અવસરે મોરબી જિલ્લાના વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા મોરબીના પત્રકારોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વર્તમાનપત્રોના તંત્રીઓ, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે.

તા ૧૮ ને બુધવારે રાત્રે ૯ કલાકે શનાળા રોડ પર આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા ખતે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લાનું આયોજન કરાયું છે જેમાં વક્તા તરીકે પૂર્વ જીલ્લા કાર્યવાહ મોરબી જીલ્લા વિજયભાઈ રાવલ ઉપસ્થિત રહેશે તેમ વિશ્વ સંવાદ કેન્દ્રના રાજેશભાઈ બદ્રકિયાની યાદીમાં જણાવ્યું છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner