માળિયા (મી.) માં દારૂના જથ્થા સાથે માળીયા નજીકથી ઝડપાયેલ ટ્રક ડ્રાઈવર પાસા હેઠળ જેલ હવાલે

0
49
/
/
/

માળીયા મી. : આશરે 6 માસ પહેલા આરઆર સેલની ટીમે માળીયા નજીકથી જંગી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થાની હેરફેર કરનાર ટ્રક ડ્રાઈવરની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. આ વાહન ચાલક માટે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજુર થઈ જતા આખરે ટ્રક ડ્રાઈવરને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

છ માસ પહેલા આરઆર સેલની ટિમ દ્વારા માળીયા તાલુકાની હદમાંથી GJ 9 GB 9896 નંબરની ટ્રક ઝડપી હતી. જેની તલાશી લેતા તેમાં 38.23 લાખ રૂપિયાની કિંમતનો 6024 નંગ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી ટ્રક ડ્રાઈવર 42 વર્ષીય રણબીર ચંદરદીપચંદ ચૌધરી રહે. ખાનપુર, હરિયાણા વાળની અટકાયત કરી તેની સામે પ્રોબે। હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ આરોપી માટે પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી જે પાસ થઈ જતા આરોપીને અમદાવાદની જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner