મોરબીની મહેન્દ્રપરા શેરી નં. 21 અને ચરાડવાના વિસ્તારને કંટેન્મેન્ટ ઝોનમાંથી રાહત

0
76
/
14 દિવસ પુરા થતા કલેકટરના આદેશ મુજબ સબંધિત તંત્રએ આ બન્ને વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી

મોરબી : મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર 1 અને ચરાડવાના વિસ્તારમાં અગાઉ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે હવે આ વિસ્તારના કન્ટેન્ટમેન્ટ ઝોનને 14 દિવસ પુરા થતા કલેકટરના આદેશ અનુસાર સંબધિત તંત્ર દ્વારા મોરબીની મહેન્દ્રપર શેરી નંબર 1 અને ચરાડવાના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેથી, સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 21માં અગાઉ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. તેથી, મહેન્દ્રપરા શેરી નંબર 21ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 21ના કન્ટેન્ટમેન્ટ ઝોનના 14 દિવસ પુરા થતા કલેકટરના આદેશ અનુસાર પાલિકા પ્રમુખ કેતન વિલપરા, નાયબ મામલતદાર હિતેશ કુંડારિયા, પાલિકાના સંગ્રામસિંહ સહિતનાએ મહેન્દ્રપરા 21ને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કર્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

આ ઉપરાંત, હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા દેવીપૂજક વિસ્તારમાં રહેતા કનુભાઈ હળવદીયા ઉ.વ.54 નો અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા આ દર્દીના રહેણાંક વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. થોડા દિવસો અગાઉ કનુભાઈ હળવદીયા સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમજ આ દર્દીના વિસ્તારમાં અન્ય કોઈ કેસ ન નોંધાતા કલેકટરના આદેશ અનુસાર સંબધિત તંત્ર દ્વારા ચરાડવાના દેવીપૂજક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/