EXCLUSIVE : વાંકાનેરના યુવાનને ખોટી રીતે બદનામ કરવાનો કારસો

0
359
/

(અતુલ જોશી) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી બ્લેક મેલીગ અને હની ટ્રેપ માં ફસાવવાની ઘટનાઓ બની છે જેમાં અમુક કિસ્સામાં આ વાત પોલીસ સુધી પણ નથી પહોંચતી અને મામલો બંધ દરવાજે રફેદફે થઈ જાય છે ત્યારે મોરબીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટનામાં વાંકાનેર ના હિરેન પ્રવીણ ભાઈ પાઠક નામના યુવકે મોરબી એસપી ,ડીવાયએસપી,એ ડિવિઝન અને મહિલા પોલીસને લેખિત ફરિયાદ અરજી કરી છે જેમાં યુવકે જણાવ્યું છે કે તેને પુરુષમાં ન હોવાનું જણાવી અને લાખો રૂપિયાની માંગણી યુવતી અને તેના પરિવાર જનો દ્વારા કરવામાં આવી રહી છે અને યનક્યેન પ્રકારે તેને બદનામ કરવામાટે મીડિયામાં ખોટા સમાચાર આપી બ્લેક મેલ કરવામાં આવી રહ્યો છે

વાંકાનેર ના યુવક હિરેન પ્રવીણભાઈ પાઠક દ્વારા પોતે પુરુષ હોવાનું સરકારી મેડિકલ સર્ટી અને ડોક્ટરની ચકાસણી સાથે ન્યાય માટે લેખિત ફરિયાદ અરજી મોરબી એસપી અને ડીવાયએસપી ને કરી છે જેમાં જણાવ્યા અનુસાર મોરબી શનાળા રોડ પર આવેલા યદુનંદન પાર્કમાં રહેતા સુરેશભાઈ ભટ્ટ ની પુત્રી પૂજા સુરેશભાઈ ભટ્ટ સાથે ૧૫ /૦૫/૨૦૨૦ ના રોજ લોકડાઉન દરિમયાન ઘરના સભ્યોની હાજરીમાં એકબીજાની ઇચ્છાથી રીત રિવાજ અનુસાર લગ્નગ્રંથી થી જોડાયા હતા જેમાં સામાજિક રિવાજ મુજબ દસ દિવસ બાદ પિતાના ઘરે જવાનું કહી મારી પત્ની પૂજા મોરબી આવી ગઈ હતી અને તેના પિતા અને મારા પિતાએ વાત કરતા અપમાનજનક ભાષામાં વાત કરી હતી અને રૂબરૂ પણ મળ્યા હતા જેમાં તેના પિતા સુરેશભાઈ દ્વારા સગા વહાલા મારફતે રોકડ રકમ અને એક મકાન લઈ દો એટલે છૂટાછેડા કરી નાખીએ અને જો તેવું નહિ કરો તો તમારા દીકરાને બદનામ કરી નાખીશું અને સમાજ માં ચાલવા જેવું નહિ રેવા દઈએ તેવું કહી ધમકી આપી હતી અને બાદમાં જે લગ્ન સમયે પણ હાજર નહોતા તેવા મારા બહેન સહિત મારા અને મારા માતા ઓઈટ વિરુદ્ધ હું પુરુષમાં ન હોવાનું ખોટી અરજી મહિલામાં આપી હતી અને જે અરજી કોઈ આધાર પુરાવા વિના મોરબીના સમાચાર માં પ્રસિદ્ધ કરવા માટે પણ મારી પત્ની પૂજાના પિતા સુરેશભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી જે ને લઈને અમારી આબરૂ ને ધક્કો પહોંચ્યો છે જેથી આ અરજીમાં મેં રાજકોટ સરકારી હોસ્પિટલમાં મારુ મેડિકલ ચેક અપ પણ કરી અને મેડિકલ સર્ટિફિકેટ મેળવેલ છે જે પણ અરજીમાં જોડેલ છે આથી આ યુવકે મોરબી એસપી ડીવાયએસપી એ ડિવિઝન અને મહિલા પોલીસમથકમાં અરજી આપી તેની સાથે અન્યાય ન થાય અને તેની આબરૂ અને ખોટી બદનામી ન થાય એ માટે જે લોકોએ આ કારસો રચ્યો છે અને જે દસ દિવસ રહેલી યુવતી માટે મોટી રકમ માંગી છે તેના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને ન્યાય માંગવા લેખિત ફરિયાદ અરજી કરવામાં આવી છે સાથે જ મોરબી એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ યુવક ને ન્યાય આપવશે તેવો વિશ્વાસ પણ યુવકે વ્યક્ત કર્યો છે અને મોરબી ના અન્ય યુવકો આવા કોઈ લેભાગુ તત્વોનો ભોગ ન બને એ માટે પોલીસ પાસે ન્યાય માટે ગુહાર લગાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/