મોરબીની મુલાકાત લેતા રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર

0
30
/

મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી ક્લબ ઓફ મોરબીની સતાવાર મુલાકાતે આવ્યા હતાં. ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાનીએ તેના ઉદબોધનમાં રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ની ક્લબોના પ્રોજેક્ટ વિશે માહિતગાર કરેલા હતા.

વધુમાં, તેઓએ રોટરી ક્લબ ઓફ મોરબીની વર્ષ 2020-21ની સેવાકીય પ્રવૃતિ નિહાળી ક્લબને અભિનંદન પાઠવેલા હતા. તેમજ પ્રશાંતભાઈ જાનીના હસ્તે મોરબીના લક્ષ્મીનગરમાં આવેલ અંધજન મંડળના હાતિમભાઈ લાકડાવાલાનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ સ્વાગત સમારોહ રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ) અને રોટરી ક્લબના સભ્ય હાજર રહ્યાં હતાં. તેમજ આ કાર્યક્રમનું સંચાલન પાસ્ટ પ્રેસિડન્ટ રાજવીરસિંહ સરવૈયાએ પણ કર્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/