રાજકોટ મ્યુનિ. કમિશનરે સાધુ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ્યો

0
96
/

(રિપોર્ટ: અલનસીર માખણી,રાજકોટ) મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો.
કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જાય છે ત્યાં રોડ પર કોઇ માસ્ક વગર દેખાય તો તુરંત પોતાની કાર અટકાવી દંડ વસૂલ કરે છે.
ડો.યાજ્ઞિક રોડ પર એક યુવકને દંડ કર્યા બાદ એક ભગવાધારી સાધુ રોડ પર માસ્ક વગર પસાર થઇ રહ્યા હતા તેમને અટકાવી તેમની પાસેથી પણ રૂ.200 દંડની વસૂલાત કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/