રાજ્ય કક્ષાના કોરોના નોડલએ જામનગર આવી કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી

0
34
/

જામનગર: ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર  આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.

જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરના વિસ્તાર પ્રમાણે વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ, દર્દીઓના થતા મૃત્યુ, સારવારની પધ્ધતિ અને તંત્ર દ્વારા અટકાયત માટે ક્યા પ્રકારના પગલાં લઇ જામનગરને આ કાળમુખા કોરોનાથી બચાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી. આ તકે કલેક્ટર રવિશંકર અને કમિશનર સતીષ પટેલે જામનગરવાસીઓને કોરોનાના કપરા સમયમાં બચવા માટે ઘરમાં રહેવા તેમજ વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવા અપીલ કરી હતી. આ બેઠકમાં અન્ય અધિકારીઓ, કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/