ટંકારા: કોરોના પોઝિટિવ યુવાન ભાવેશ ભાગીયાની તબિયતમાં સુધારો

0
93
/

મોરબી:  ટંકારા તાલુકાના સાવડી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ભાવેશભાઈ ધરામશીભાઈ ભાગીયા ઉ.વ.38 નામનો યુવાન તેમના પત્ની અને બે બાળકો સાથે કારમાં ગત તા.23 ના રોજ પરત સાવડી ગામે જયનગર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે આવ્યો હતો.બાદમાં માસ સેમ્પલમાં તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.ત્યારબાદ બાદ સંબધિત તમામ તંત્ર દ્વારા તકેદારીના સઘન પગલાં લેવામાં આવ્યા હતા અને આ કોરોનાગ્રસ્ત યુવાનને રાજકોટની કાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે તેમની તબિયત અંગે મળતી વિગતો મુજબ ભાવેશભાઈએ પોતાની તબિયત એકદમ નોર્નલ અને શારીરિક રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.જોકે અનલોક -1 માં દિવસ દરમિયાન તમામ પ્રકારની છૂટ આપવામાં આવી છે.ત્યારે પબ લોકો કોરોના અંગે સભાન બને તે માટે સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ કરી છે અને લોકો ઘરની બહાર નીકળે તો તરત માસ્ક પહેરવા,હાથને વારંવાર સેનિટાઈઝ કરવા અને ભીડ ન કરીને તમામ જાહેર જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તેવો અનુરોધ કર્યો છે.તેથી ભાવેશભાઈ વહેલી તકે કોરોનાની મ્હાત આપીને ઘરે પરત ફરી શકે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/