ટંકારા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓને ઝડપી લીધા
ટંકારા : ટંકારાના ગજડી ગામે અંગત અંદાવત મામલે મહિલાને મારવા દોડી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ ટંકારના ગજડી ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામપાર્કમાં રહેતા લાભુબેન મગનભાઇ સોઢીયા (ઉ.વ. ૩૪) નામના મહિલાએ ટંકારાના ગજડી ગામે રહેતા મગનભાઇ સામતભાઇ સોઢીયા તથા ભરતભાઇ સામતભાઇ સોઢીયા સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ જૂનના રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ ફરીયાદીના પતિ સાથે આરોપીને પૈસા બાબતે ફોન પર બોલાચાલી થતા ફરીયાદી આરોપીઓના ઘરે ગજડી ગામે સમજાવવા જતા આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી તથા ફરીયાદીને મારવા દોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન આ બનાવ અંગે ગઈકાલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરુ ધરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના...