મોરબીમાં સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા માંગણી

0
25
/

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી કુળદેવી પાન સુધીનાં રોડની લાઇટો છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. જેનાં કારણે અહિયા દરરોજ નાના-મોટા અકસ્માતોનો ભય રહે છે. રાત્રીનાં સમયમાં લાઇટો બંધ હોવાથી રખડતા ઢોર રરતામાં અડીંગો જમાવીને બેસતા હોવાથી વાહનચાલકો તેમજ રસ્તે ચાલનાર રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ હોય, રોડ ઉપર લાઈટ વગર એકદમ અંધારૂ હોઇ છે. જેથી, રસ્તો ઓળંગવા જતા વાહન સાથે અથડાઇ જતા અકસ્માતનો ભય રહે છે. આ બાબતે અવારનવાર લેખીત તથા મૌખીક રજુઆત કરવા છતા લાઇટો રીપેર કરવામાં આવતી નથી. તો રોડની તમામ લાઇટો વહેલી તકે ચાલુ કરાવવા અપીલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/