મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 5ની અટકાયત કરાઈ

0
114
/

મોરબી : અનલોક 2.0માં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનું જાહેરનામું હોવા છતાં કોઈ ખાસ કામ વગર રાત્રે 10 વાગ્યા બાદ બહાર નીકળતા કુલ 5 લોકો સામે મોરબી જિલ્લામાં અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી બી. ડીવી. પો.સ્ટે વિસ્તારમાં 19 વર્ષીય હાજીભાઈ જુમાભાઈ જીવાણી રહે. કચ્છ, 20 વર્ષીય સલીમભાઈ ભચરભાઈ કંડીયા રહે. કચ્છ, 21 વર્ષીય બસીરભાઈ ઉમરભાઈ રંઝઠ રહે. કચ્છ વાળાને માળીયા ફાટક પાસેથી મોડી રાત્રે કરફ્યુ ભંગ કરતા અટકાયતી પગલાં ભર્યા છે. જ્યારે વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં જાલીડા ગામના પાટિયા પાસેથી જીગ્નેશભાઈ રમેશભાઈ રાતોજાને રાત્રે 11:15 કલાકે બાઇક પર કોઈ કામ વગર બહાર નીકળતા અટકાયત કરી કલમ 188 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલિસે તીથવા ગામે ફૂલવાડી વિસ્તારમાં 44 વર્ષીય અબ્દુલભાઈ મામદભાઈ મોમીનને મોડી રાત સુધી ગોલાની દુકાન ખુલ્લી રાખવા સબબ અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/