- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.
- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.
- કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.
- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.
- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.
- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.
- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.
- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.
- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.
- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.
- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.
- રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.
- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ચોક્કસ ખાઓ
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide