જાણો 62 વર્ષે પણ ટિમ કૂકે જાળવી રાખી છે ફિટનેસ, આવું છે રૂટિન

0
16
/

હાલ ટિમ કૂક બાળપણથી સંઘર્ષ સાથે જીવ્યા હતા. શિપયાર્ડમાં પિતા ડોનાલ્ડ કૂક અને માતા ગેરાલ્ડિન ફાર્મસીમાં કામ કરતી હતી. કૂકે પણ અનેક વર્ષો સુધી ફાર્મસીમાં કામ કર્યું તેના પહેલા તે ઘરે ઘરે જઈને ન્યૂઝપેપર વેચતા હતા, પછી તેઓ પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને મહેનત કરતા એપલ કંપનીમાં જોઈન્ટ થયા. અહીંથી સફળતાની સાથે આગળ વધ્યા અને આજે દુનિયાના સૌથી દિગ્ગજ સીઈઓના લિસ્ટમાં સામેલ છે.

આવું છે ટિમ કૂકની હેલ્થનું રહસ્ય

એપલના સીઈઓ ટીમ કૂક હેલ્થ માટે સજાગ રહે છે. તે સવારે 3.45 વાગે ઉઠે છે અને અધિકારીઓને 4.30 વાગે મેલ કરીને મીટિંગ માટે તૈયાર રહેવા કહે છે. 2022ના સમયમાં ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં તેઓ સામેલ કરાયા છે. 1996ના સમયે ડોક્ટર્સે ચેમને સ્કેલેરોસિસ નામની બીમારી બતાવી હતી જેમાં માંસપેશીઓ નબળી થવા લાગે ચે. આ પછી આ બીમારીને વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવી.

સ્ટીવ જોબ્સ માટે લીવર આપવા પણ તૈયાર હતા કૂક

એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સ કેન્સરથી પીડિત હતા અને તેમને બચાવવા માટે ટિમ કૂક લીવર આપવા પણ તૈયાર થઈ ગયા હતા. તેઓએ પોતે આ વાત કહી હતી. ટીમ કૂક સામાજિક મુદ્દાઓ પણ ઉઠાવતા રહે છે.

જ્યારે ડૂબવાના આરે હતું એપલ

1998માં સ્ટીવ જોર્બ્સના કહેવા પર ટિમ કૂકે એપલ કંપની જોઈન કરી હતી. આ સમયે એપલ દેવાના આરે આવીને ઊભી રહી. 2000માં એપલના સેલ્સ અને મેનેજમેન્ટ વિભાગના વાઈસ પ્રેસિડન્ટ બનાવાયા. 2009માં સ્ટીવ જોબ્સ ખરાબ હેલ્થના કારણે રજા પર ગયા ત્યારે તેમને અંતરિમ સીઈઓ બનાવાયા. 2011માં સ્ટીવ જોબ્સના મોત બાદ તેમને સીઈઓ બનાવી દેવાયા.

કેટલી છે ટિમ કૂકની સેલેરી

સૌથી અમીર ટેક કંપની એપલના સીઈઓ ટિમ કૂકની કુલ નેટવર્થ 1.8 અબજ ડોલર છે. 2018ના સમયે ટિમ કૂકને 84 કરોડ રૂપિયા બોનસ મળ્યું હતું. 2022ના સમયે ટિમ કૂકની સેલેરી પેકેજ 99.4 મિલિયન ડોલર હતું. વર્ષ 2023માં તેમનું પેકેજ ઘટાડીને 49 મિલિયન ડોલર કરી દેવામાં આવ્યું. એટલે કે તેમની એક દિવસની કમાણી 1.10 કરોડ રૂપિયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/