દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ 6 ચીજો, નહીં તો બગડશે સ્વાસ્થ્ય

0
10
/

હાલ ગરમીની સીઝનમાં લોકો દહીં ખાવાનું વધારે પસંદ કરે છે. દહીંને ભારતીય ભોજનમાં ખાસ માનવામાં આવે છે. લોકો અલગ અલગ ફૂડ આઈટમ્સની સાથે દહીંનું સેવન પસંદ કરે છે. દહીં પ્રોબાયોટિક્સ, વિટામિન સી, એન્ટી ઓક્સીડન્ટ્સ અને જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. તે આંતરડા સહિત સ્વાસ્થ્યને માટે ફાયદારૂપ છે. દહીં ભલે ફાયદાથી ભરપૂર હોય પણ તેને કેટલીક વસ્તુની સાથે ન ખાવું. આમ કરવાથી દહીં ફાયદાને બદલે શરીરને નુકસાન કરી શકે છે. તો જાણો કઈ કઈ ચીજોની સાથે ન ખાવું જોઈએ.

ગોળ અને દહીં

ગોળની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે. જ્યારે આ બંનેને એકસાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તમારી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી શકે છે. દહીંમાં ગોળ મિક્સ કરીને ખાવાથી ખાંસી, શરદી અને તાવ સહિત અનેક સમસ્યાઓ થઈ શકે છે.

દૂધ અને દહીં

મળતી માહિતિ અનુસાર દૂધને ક્યારેય દહીંની સાથે મિક્સ કરવું નહીં. કોઈ પણ ફર્મેન્ટેડ પ્રોડક્ટ્સ જેવા કે દહીંનું સેવન દૂધની સાથે કરવું નહીં. આમ કરવાથી સંક્રમણ અને પેટની તકલીફો સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ચા અને દહીં

દહીંની સાથે ભૂલથી પણ ચાનું સેવન ન કરો. ચાની તાસીર ગરમ અને દહીંની ઠંડી હોય છે. ગરમ અને ઠંડી ચીજોનું કોમ્બિનેશન તમારા મેટાબોલિક સિસ્ટમમાં અસંતુલન જન્માવે છે.

કેરી અને દહીં

મેંગો શેકમાં દહીં મિક્સ કરીને પીઓ છો તો સાવધાન થઈ જાઓ. કેમકે તે સૌથી ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. એક્સપર્ટનું કહેવું છે કે દહીંમાં એનિમલ પ્રોટીન મળે છે. તે ફળની સાથે મળીને બોડીમાં ફર્મેન્ટેશન જન્માવી શકે છે. શરીરમાં ઈનડાઈજેશન, એસિડિટી અને અનેક મુશ્કેલીઓને વધારો આપી શકે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/