વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો

0
41
/

વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ગત તા. 4ના રોજ જામસર ગામમાં રહેતા રાજાભાઇ શામજીભાઇ ઇન્દરીયા (ઉ.વ. ૫૦, ધંધો ખેતી)એ પોતાના ઘરે લાઇટ જતી રહેતા ઘરની બાજુના થાંભલે વાસ વડે લાઇટના છેડા હલાવતા તેના ઘરે લાઇટ આવી ગયેલ હતી. પંરતુ બાજુમાં રહેતા રાજેશ ઉર્ફે ગુડીયો તથા તેમના ભાઈ રમેશભાઇ નથુભાઇ દેલવાડીયાના ઘરે લાઇટ જતી રહી હતી. તેથી, બંને ભાઈઓ રાજાભાઈના ઘર પાસે આવી તેને એકદમ ગાળો દેવા લાગેલા હતા. જેથી, રાજાભાઈએ ગાળો દેવાની ના પાડતા રાજેશભાઈએ હાથમાં લોખંડનો પાઇપ રાખેલ હોય, તેનાથી રાજેશભાઈને છાતીના ભાગે એક ઘા માર્યો હતો. તેથી, રાજેશભાઈ પડી ગયેલ હતા. અને તેને છાતીના ભાગે પાસડીઓમાં ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. તેમજ તેમની સાથેના ફરીફ ઝગડામાં વચ્ચે પડતા રમેશભાઈએ તેને ધક્કો મારી પાડી દીધેલ હતા. જેથી, તેને સામાન્ય ઇજાઓ થઇ હતી. તેમજ બંને ભાઈઓએ રાજભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગઈકાલે તા. 5ના રોજ રાજાભાઈએ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/