વાંકાનેર : તાજેતરમા વાંકાનેર નજીક પોલીસની હાજરીમાં બે શખ્સોએ ગાળાગાળી અને મારામારી કરીને જાહેરમાં બખેડો કર્યો હતો. વાંકાનેર પોલીસે આ બન્ને શખ્સોને તત્કાલ ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે બાઉન્ડ્રીથી વાંકાનેર આવતા સર્વીસ રોડ ઉપર રેલ્વે પુલ નજીક કાસીમભાઇ અબ્દુલકરીમભાઇ વકાલીયા અને ખુરશીદભાઇ અબ્દુલકરીમભાઇ વકાલીયા નામના બે શખ્સોએ કોઈ જુના મનદુઃખ મામલે બબાલ કરી હતી. ખાસ કરીને આરોપીઓ જાહેરમા પોલીસની હાજરીમા ગાળાગાળી કરી લાકડી પાઇપ જેવા હથીયાર વડે મારામારી કરતા જાહેરમા બખેડો કર્યો હતો. બંનેએ એકબીજાને સામસામે મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ મામલે વાંકાનેર પોલીસે તત્કાલ કાર્યવાહી કરી હતી. પોલીસે આ બન્ને શખ્સો સામે ગુનો નોંધી બન્નેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide