મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો

0
170
/
/
/

આવતીકાલ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારતને 40 વર્ષ પુરા થાય છે : સતત 24 કલાક ભારે વરસાદ બાદ મોરબી જિલ્લામા આજે બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. મોરબી જિલ્લામાં ગઈકાલ શુક્રવાર સાંજના 6 વાગ્યાથી શનિવાર સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદ પર નજર કરીએ તો મોરબી અને ટંકારામાં 15 ઇંચ અને માળિયામાં 10 ઇંચ અને હળવદ, વાંકાનેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં ભારે 15 ઇંચ જેટલા વરસાદથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોના તળાવો અને રોડ રસ્તા તૂટી જતા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મોરબી શહેરમાં પણ અનેક રહેણાંક અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાની થવાનો અંદાજ છે. મચ્છુ પૂર હોનારતની આવતીકાલે 11 ઓગસ્ટ 40મી વરસી છે ત્યારે આજે મોરબીમાં ચારેકોર ભરાયેલા પાણીએ મચ્છુ જળહોનારતની યાદ તાજા કરાવી દીધી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner