મોરબી : નવા જાબુંડીયા ગામ નજીક જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

0
68
/

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાસે શ્રાવણીયો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૨૮ ના રોજ મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાછળ આવેલ હોટલ પાસે જુગાર રમતા રાહુલભાઇ રૈયાભાઇ મુંધવા ,ગૌતમભાઇ હીરાભાઇ ચાવડા, મનોજભાઇ રમેશભાઇ ચાવડા , નરેશભાઇ મનજીભાઇ ચાવડા ,લાભુભાઇ સવજીભાઇ પરમાર ,આકાશભાઇ ધનજીભાઇ વિઠલાપરા, બિકાસભાઇ પ્રકાશભાઇ મિશ્રાને રોકડા રૂ.૨૦,૮૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/