મોરબી : ગઈકાલે મોરબીમાં મેઘરાજાએ બઘડાસટી બોલાવી દીધી હતી. સરકારી આંકડા પ્રમાણે સાંજે 6થી 7માં માત્ર એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સાથે માળિયામાં પણ એક જ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારા અને વાંકાનેરમાં હળવા ઝાપટા જ રહ્યા હતા અને હળવદ નીલ રહ્યું હતું.
મોરબીમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં મહેન્દ્રપરામા તો ઘરો અને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે પાણી ભરાયા હતા. તેમાં વીજ કરંટ પણ આવતો હતો. વધુમાં શહેરના શનાળા રોડ, ગાંધી ચોક, વાવડી રોડ, પંચાસર રોડ અને જેલ રોડ સહિતના સ્થળોએ પાણી ભરાયા હતા. અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide