ભોગ બનનારે બાળકીનો જન્મ આપતા કોન્ટ્રાકટરના પાપનો ભાંડો ફૂટ્યો : 10 મહિના પહેલા બનેલા આ બનાવની છોટાઉદેપુરથી જીરો નંબરથી ફરિયાદ દાખલ થઈને આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : તાજેતરમા મોરબી નજીક આવેલા એક કારખાનામાં દસ મહિના પહેલા મુકબધીર યુવતી ઉપર કોન્ટ્રાકટરે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આથી, મુકબધીર યુવતી ગર્ભવતી બની જતા તેણીએ એક બાળકીનો જન્મ આપતા કોન્ટ્રાકટરના પાપનો ભાંડો ફૂટ્યો હતો. આથી, બનાવની છોટાઉદેપુરથી જીરો નંબરથી ફરિયાદ દાખલ થઈને આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક એક કારખાનામાં દસ મહિના પહેલા બનેલા દુષ્કર્મના બનાવની છોટાઉદેપુરથી જીરો નંબરથી ફરિયાદ દાખલ થઈને આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી નજીક આવેલા એક કારખાનામાં રહેતી મુકબધીર યુવતી ઉપર આ કંપનીના કોટ્રાક્ટરે દુષ્કર્મ ગુજર્યું હતું. જેમાં આજથી આશરે દશેક મહીના પહેલા ભોગ બનનાર બહેરી મુંગી હોય અને પોતાનો બચાવ કરવા અસમર્થ હોય તેણીની મરજી વિરૂધ્ધ આરોપી ઓદીભાઇ નામના શખ્સે મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આથી, મુકબધીર યુવતી ગર્ભવતી બની જતા તાજેતરમાં તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બનાવમાં કોન્ટ્રાકટરની હવસલીલાનો ભાંડાફોડ થતા અંતે છોટાઉદેપુરથી આ બનાવની ફરિયાદ દાખલ થઈને મોરબી તાલુકા પોલીસ મથકે તપાસ અર્થે આવી છે. આથી, તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide