તમામ સીરામીક પ્રોડક્ટ ઉપર તા. 1 ફ્રેબ્રુઆરીથી ભાવવધારો લાગુ કરશે
મોરબી : તાજેતરમા મોરબી સીરામીક.ઉધોગ માટે વપરાતા નેચરલ ગેસમાં ઉપરા ઉપરી બે વખત ભાવવધારો ઝીકાતા સીરામીક ટાઇલ્સના ભાવમાં આઠથી દસ ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો ૧ ફેબ્રુઆરીથી તમામ સિરામિક પ્રોડક્ટ ઉપર અમલી બનાવાયો છે.
મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે , સીરામીક ઉધોગ માટે ઇધણ તરીકે ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો.તેમાંય તાજેતરમાં ગુજરાત ગેસ કંપનીએ મનસ્વી વલણ અપનાવીને ગેસના ભાવમાં તોતીગ વધારો ઝીકી દેતા સીરામીક ઉધોગ મુશ્કેલીઓમાં મુકાઈ ગયો છે.ગેસના ભાવવધારાથી સીરામીક ઉધોગ પર કોરોડોનું ભરણ વધ્યું છે.આથી ગત તા.1 થી સીરામીક ટાઇલ્સમાં ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારાની અસર તળે સીરામીક ઉધોગમાં વોલ, ફ્લોર, વીટ્રીફાઇડ ટાઇલ્સ, સેનેટરી સહિતની તમામ પ્રોડક્ટ ઉપર 8 થી 10 ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ સીરામીક ટાઇલ્સ ઉપરનો આ ભાવવધારો તા.1 ફ્રેબ્રુઆરીથી અમલમાં પણ આવી ગયો છે.
મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે , સીરામીક ઉધોગ માટે ઇધણ તરીકે ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો.તેમાંય તાજેતરમાં ગુજરાત ગેસ કંપનીએ મનસ્વી વલણ અપનાવીને ગેસના ભાવમાં તોતીગ વધારો ઝીકી દેતા સીરામીક ઉધોગ મુશ્કેલીઓમાં મુકાઈ ગયો છે.ગેસના ભાવવધારાથી સીરામીક ઉધોગ પર કોરોડોનું ભરણ વધ્યું છે.આથી ગત તા.1 થી સીરામીક ટાઇલ્સમાં ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારાની અસર તળે સીરામીક ઉધોગમાં વોલ, ફ્લોર, વીટ્રીફાઇડ ટાઇલ્સ, સેનેટરી સહિતની તમામ પ્રોડક્ટ ઉપર 8 થી 10 ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ સીરામીક ટાઇલ્સ ઉપરનો આ ભાવવધારો તા.1 ફ્રેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide