હળવદ : હાલ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. આથી, ગત તા. 31ના રોજ સ્વ. સામુબા હંસરાજભા લીંબડની દ્વિતીય પૂણ્યતિથી નિમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પ જશુભા હંસરાજભા લીંબડ, વનરાજસિંહ જશુભા લીંબડ અને વિજયસિંહ જશુભા લીંબડ દ્વારા સદગતની પુણ્યતિથિ નિમિત્તે તેમના નિવાસ સ્થાને સમલી (તા. હળવદ) ખાતે યોજાયો હતો. જેમાં આમંત્રીત મહેમાન તેમજ બ્લડ ડોનેટ કરનારાઓ માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં બહોળી માત્રામાં લોકોએ રક્તદાન પણ કર્યું હતું.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...