મોરબીમાં મોડી રાત્રીના જીલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો,અંધારપટ છવાતા નાગરીકોને મુશ્કેલી

0
0
/

મોરબી શહેર અને જીલ્લામાં મોડી રાત્રીના વાતાવરણમાં પલટો આવ્યો હોય અને ભારે પવન ફૂકાયા બાદ વરસાદ શરુ થયો હતો પવન સાથે વરસાદ શરુ થતા નાગરિકોને બફારામાંથી રાહત મળી હતી જો કે પીજીવીસિલની પરંપરા તૂટી ના જાય તેમ વરસાદ શરુ થતા જ જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ થયો હતો

મોરબી શહેર અને જીલ્લામાં મોસમો પ્રથમ વરસાદ વરસ્યો હતો ભારે પવન ફૂકાયા બાદ વરસાદની શરૂઆત થઇ હતી.વરસાદની શરૂઆત થતા જ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી તો વરસાદની રાહ જોઇને બેઠેલા જગતના તાત પણ હવે વાવણીના શ્રી ગણેશ કરશે.જીલ્લામાં મોરબી,હળવદ,માળિયા,ટંકારા અને વાંકાનેર સહિતના તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદ શરુ થતા ની સાથે જ જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી.

વર્ષ દરમિયાન પીજીવીસીએલની ટીમ દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી હોવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પ્રથમ અને સામાન્ય વરસાદે તમામ દાવો પોકળ સાબિત કર્યા છે પ્રથમ વરસાદે જ જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જતા કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય નથી થતી કે દસેરા ટાઈમે ધોડું નથી દોડતું તે કહેવત સાચી પડે તે તેવો ઘાટ સર્જાય છે પણ આ તમામ વચ્ચે નાગરીકોને મુશ્કેલીઓ ઘણી પડે છે પણ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓને કયા નાગરીકો સાથે લેવા દેવા હોય છે…..?

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/