મોરબી: તાજેતરમા જિલ્લામાં નવી રચાયેલી જિલ્લા પંચાયતમાં કારોબારી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની પેનલ એડવોકેટ તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ હાલમાં મોરબી જિલ્લાનાં વકીલ મંડળના પ્રમુખ તથા અન્ય મોટી સંસ્થાઓમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. પેનલ એડવોકેટ તરીકે તેઓની નિમણુંક થતા મોરબીના વકીલો, કોળી સમાજના આગેવાનો તથા જિલ્લા પંચાયતના સદસ્યોએ આ નિમણુંકને આવકારી દિલીપભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide