[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલ માં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની વ્યવસ્થા દાતાઓના સહયોગ થી ઉપલબ્ધ થશે
માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા એ મોરબી માં દિવ્યાંગ માટે ઉત્થાન અને ઉત્કર્ષ ના અભિગમ ને બિરદાવ્યો હતો અને આગામી સમય માં મોરબીમાં જ દિવ્યાંગો ને તેના ક્ષેત્રો માં આગળ વધવાના પ્રયત્નો માં તેની સાથે છે તેવું જણાવ્યુ હતુ
મોરબી માં પણ આ ક્ષેત્રે પ્રયત્નો થશે તેનો હુંકાર કેળવણીકાર અને શિક્ષણવિદ્ શ્રી જયંતીભાઈ રાજકોટિયા એ વ્યક્ત કર્યો હતો, સાથે દિવ્યાંગો ના પુનર્વસન ઉપર ભાર મુક્યો હતો,
વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં- પેપર બેગ , ફેન્સી શોપિંગ પેપર બેગ,પેપર ડીસ, મીણબત્તી ,રૂ ની આડી-ઉભિ દિવેટ, ,કોડીયા ડેકોરેશન, , તથા ડિજિટલ લાઈબ્રેરી* તેમજ અન્ય પ્રવૃત્તિઓની *નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમ* આપવામાં આવશે ,18 વર્ષ થી ઉપરના દિવ્યાંગજનો ને નિઃશુલ્ક તાલીમ ભોજન અને હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ થશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide