મોરબીના શખ્સે પરિવાર સાથે ઘરોબો કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું

0
1081
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં રહેતી પરિણીતા દ્વારા એક આરોપી વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપીએ પરિણીતાના પતી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું અને પરિણીતાની ૧૧ વર્ષીય સગીર દીકરી સાથે પણ શારીરિક અડપલાં કર્યા અંગે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવની વિગત મુજબ મોરબી માં રહેતી પરિણીતા ના પરિવાર સાથે ઘરેલુ સંબંધ કેળવી આરોપી શાહરૂખ દિલાવર પીંજારા એ પરિણીતાને ગાડીમાં લઈ જઈ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ આરોપીએ ફરિયાદીના પરિવારને જણાવ્યું હતું કે અમારા ઘરે રમજાન મહિનામાં જમવાનું ન બનતું હોય જેથી જમવાની તકલીફ થાય છે જેથી ફરિયાદીના પરિવારના સભ્યએ સબંધ અને માનવતાના ધોરણે જણાવ્યું કે અમારા ઘરે જમવા આવજો જેથી આરોપી શાહરૂખ એ ફરિયાદીના પરિવાર સાથે સારો ઘરોબો કેળવી લીધો હતો અને જેનો ગેરલાભ લઇ આરોપી પરિણીતા સાથે વાતચીત કરવા લાગ્યો હતો અને આ દરમિયાન જ એક દિવસ આરોપી અને તેની પત્ની કાર લઈને ફરિયાદીના ઘરે આવ્યા અને દવાખાના જવું છે તેવા બહાના હેઠળ પરિણીતાને કારમાં લઈ ગયા હતા અને આરોપીએ રસ્તામાં તેની પત્નીને ઉતારી અને કહ્યું કે અમે હમણાં આવી છે જે બાદ ગાડી આગળ લઈ જઈ મોરબીના એક વિસ્તારમાં ઊભી રાખીને ગાડીમાં જ પરિણીતાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જે બાદ આરોપી વારંવાર ફરિયાદીને ફોન કરતો અને શરીર સંબંધની માંગણી કરતો હતો અને પરિણીતાના પતી અને પુત્રને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.આરોપીને ફરિયાદીના પરિવાર સાથે સારો ઘરોબો હોવાથી પરિણીતા પણ ઘરે વાત કરવામાં સંકોચ અનુભવી રહી હતી તેવામાં આરોપીએ પરિણીતાની ૧૧ વર્ષીય પુત્રીને ગાડી માં લઇ ગયો હતો અને પરત મૂકી ગયો જતો જે બાદ સગીર પુત્રીએ પોતાની માતાને આરોપી એ અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું જેથી હવે પાણી માથા ઉપર જતા પરિણીતાએ હિંમત એકઠી કરી ને બધી સત્ય હકીકત પરિવારજનોને કરતા પરિવારજનોએ હિંમત આપતા અંગે પરિણીતાએ આરોપી શાહરૂખ વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/