સ્ત્રી એ પતિ સહિતના સાથે મળીને યુવાનને વિશ્વાસમાં લઇ લાખો પડાવ્યા

0
82
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા: હાલ ટંકારાના હરીપર(ભૂ) ગામના યુવાનને મહિલા એ ફોન કરીને સંપર્ક કેળવી અન્ય શખ્સો સાથે મળીને યુવાનનું અપહરણ કરી ધમકાવીને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે.

ટંકારાના હરીપર(ભૂ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા (ઉ.૩૭) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે  આરોપી દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ રહે-ટંકારા એ અજીતભાઈ સાથે ફોનથી સંપર્કમાં આવીને દિવ્યાએ અજીતભાઈને પોતાનું નામ દિવ્યા ઉર્ફે પૂજા હોવાનું જણાવી છતર તથા રાજકોટ તથા ટંકારાના આજુ બાજુના વિસ્તારમાં લઇ જઈ અજીતભાઈનો વિશ્વાસ કેળવી આરોપી દિવ્યા ઉર્ફે પૂજા એ અન્ય આરોપી રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે- ટંકારા,સંજયભાઈ ભીખાલાલ પટેલ,હાર્દિક કિશોરભાઈ મકવાણા રહે નાની વાવડી ખોડીયાર સોસાયટી અને ઋત્વિક દિવ્યા ઉર્ફે પૂજાનો ભાઈ એ કાવતરું રચી આરોપીઓ સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૯૧૭૨ વાળી માં લઇ આવી અજીતભાઈનું અપહરણ કરી અજીતભાઈ તથા સાહેદને જુદી જુદી જગ્યા એ લઇ જઈ માર મારી બલાત્કાર ના કેસમાં ફસાવી દેવાનું કહી ડરાવી ધમકાવી રૂપિયા ૬ લાખ બળજબરીથી કાઢવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસની ટીમે તમામ આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/