મોરબીના પેકેજીંગ ઉદ્યોગો પખવાડિયામાં ત્રણ દિવસ બંધ રહેશે, બોક્સના ભાવમાં પણ 10 ટકાનો વધારો

0
11
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદીની અસર હવે તેને લગત અન્ય ઉદ્યોગોમાં જોવા મળી રહી છે. જેને પગલે પેકેજીંગ ઉદ્યોગની એક બેઠક પણ મળી હતી. જેમાં પેકેજીંગ યુનિટો અઠવાડિયામાં બુધવારે બંધ રાખવાને બદલે પખવાડિયામાં સોમ-મંગળ-બુધ આમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવાનો અને બોક્સના ભાવમાં 10 ટકાનો વધારો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગ અત્યારે મંદીમાં સપડાયો છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા બોક્સનું 200 જેટલા પેકેજીંગ યુનિટ નિર્માણ કરે છે. જેમાં 47 જેટલા યુનિટો મોટા છે. પેકેજીંગ ઉદ્યોગમાં પણ અત્યારે મંદી જોવા મળી રહી છે. જેથી આ ઉદ્યોગકારોની એક બેઠક ઉમા રિસોર્ટ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજુભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં લેવાયેલા નિર્ણયોમાં તમામ ઉદ્યોગકારોએ સહમતી દર્શાવી છે. હાલ આ ઉદ્યોગો દર અઠવાડિયે બુધવારે બંધ રહે છે. તેને બદલે હવે દર પખવાડિયામાં સોમવાર, મંગળવાર અને બુધવાર એમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરૂગેટેડ બોક્સના ભાવમાં 1 ફેબ્રુઆરીથી 10 ટકાનો વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/