મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી

0
4
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પ્રજાના પ્રાણ પ્રશ્નો હજુ પણ યથાવત જ છે. ત્યારે મોરબીના હાર્દસમા ગણાતા શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

શનાળા રોડ પર અવાર નવાર ગટરો ઉભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ જ્યાં ગટર ઉભરાઈ રહી છે ત્યાં આસપાસમાં સ્કૂલો અને બેંકો આવેલી હોય દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતાં હોય છે. ત્યારે આ લોકોને પણ ઉભરાતી ગટરના કારણે પરેશાની ભોગવવી પડી રહી છે. લોકો કહી રહ્યા છે કે મહાનગરપાલિકા બનતા આવા મૂળભૂત પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી સ્થાનિકોએ કમિશનરને વિનંતી કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/