મોરબી મહાપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠે ફરી વળ્યું

0
435
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠા વિસ્તારમાં ચાલ્યું છે. અહીં સવારથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી લીધા હતા. હાલ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ દર બુધવારે એક રોડ ઉપરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જેમાં આજે સામાકાંઠાનો વારો લેવામાં આવ્યો છે. મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના એક કિમીના રસ્તામાં દબાણોનો કડુસલો બોલાવી તેને હટાવવામાં આવી રહ્યા છે. આ અંગે વેપારીઓને અગાઉ જાણ પણ કરવામાં આવી હતી કે મહાપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે ગઈકાલે વેપારીઓને જાણ કરવામાં આવી હતી કે આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેને પગલે 30 જેટલા દબાણ દૂર પણ થઈ ગયા હતા. વધુમાં નહેરુ ગેટ પાસે દબાણ દૂર ક્યારે કરવામાં આવશે તેવું પૂછતાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે મહાપાલિકાએ રોડના રૂટ નક્કી કરેલા છે. એક બુધવારે નહેરુગેટ વિસ્તારમાં પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/