સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર ગોપાલભાઈ કાસુન્દ્રાના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે ગત રોજ તા. 2ના રોજ સ્વ. પુષ્પાબેનની સાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ખાતેના પ્રસિદ્ધ શ્રી મોહન ગીર ગૌશાળામાં ગૌ સેવાના ઉમદા હેતુથી પુત્ર ગૌરવના હસ્તે ગોપાલભાઈએ રૂ. એક લાખનું અનુદાન આપી સદ્દગતને શ્રદ્ધાંજલિ આપી હતી. ગૌશાળા પરિવાર દ્વારા સદ્દગતના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/