મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના આરોપી નં.ર ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ઓળવી જઈ આરોપી નં. રના ફરીયાદીના ઘરે ત્રણ દિવસ રોકાયને પોતાના પિતાનુ મરણ ગયેલ હોવાનુ બહાનુ કરી જતા રહેલ બાદ પાછા નહી આવી આ કામના આરોપી નં.૧ ના એ આરોપી નં.૨ ના અન્ય જગ્યાએ લગન કરાવી દઈ ફરીયાદી સાથે વિશ્વાસધાત તથા છેતરપીડી કરી એકબીજાની ગુનામાં મદદગારી કરી તે બાબતનો ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી બી ડીવી પોલીસે બી.એન.એસ એકટની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૪),૩૩૬ (૩),૩૩૮,૩૪૦(૨), ૫૪ મુજબનો ગુનો નોંધી આરોપી બીપીનભાઈ વીનોદભાઈ મકવાણા તથા રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠકકર ની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી બીપીનભાઈ વીનોદભાઈ મકવાણા તથા રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠકકર એ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર બીજા એડી. સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ તથા કેસના તમામ સંજોગો ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

















