મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ જપ્ત કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના લખધીરપુર ગામની સીમ સોરીસો ચોકડી પાસે જાહેરમાં ગેર કાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા સાહિલ ઉર્ફે સોહિલ ઈશાભાઈ પલેજા નામના શખ્સને પકડી તેની પાસેથી કુલ કિંમત રૂ.૩૫૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ માળિયા (મી) પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના ખાખરેચી ગામના પાટીયા પાસે જાહેરમાં ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા વલીમામદ કરીમ મોવર નામના શખ્સને પકડી તેની પાસેથી કુલ કિંમત રૂ. ૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

























