માળિયાના કાજેડામાં ભત્રીજાની બોલાચાલીની અદાવતમાં કાકા પર લોખંડના પાઇપથી હુમલો

0
0
/

માળિયા મિયાણાના કાજેડા ગામે ભત્રીજા સાથે થયેલી જૂની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક આધેડ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને ડાબા પગે ફ્રેક્ચર સહિત માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાજેડા ગામે અબ્બાસ બાપુના ઘર પાસે રહેતા અને મજૂરી કામ કરતા અયુબભાઇ ઉમરભાઇ કાજેડીયાએ માળીયા (મિ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભત્રીજાને ગામના કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને કાજેડા ગામે ફરિયાદીના ઘરની આગળ જ આરોપીઓ અસગર રમજાનભાઇ મોવર, આર્યન અને આબીદ રમજાનભાઇ મોવરે તેમને રસ્તામાં રોક્યા હતા. આરોપીઓએ ફરીયાદી સાથે પહેલા ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી હતી અને ત્યારબાદ ત્રણેય લોખંડના પાઇપ વડે તૂટી પડ્યા હતા. આ હુમલામાં ફરિયાદીને ડાબા પગના ભાગે પાઇપ વાગતા ગંભીર ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી, તેમજ કમર અને માથાના ભાગે પણ મૂઢ માર વાગ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/