નિર્માણાધીન બ્રહ્મપુરી સોસાયટીના 188 પ્લોટનો ડ્રો કરી વિતરણ અને 114 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાયો
મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નહિ નફો અને નહિ નુક્શાનના ધોરણે સામાન્ય મધ્યમ પરિવારના ભૂદેવો માટે આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નવલખી રોડ પર બનનારી બ્રહ્મપુરી સોસાયટી માટે પ્રથમ પ્લોટ વિતરણનો ડ્રો કરીને એક વર્ષમાં મકાનો બનાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના માટે આજે બ્રહ્મપુરી સોસાયરીના 188 પ્લોટન ડ્રો કરી વિતરણ કરાયું હતું. આ ડ્રોની સાથેસાથે સમાજના તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ અને બ્રહ્મચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે ત્રીમંદિર, નવલખી રોડ પર મોરબી ખાતે બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાત્માનદજી સરસ્વતીજી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા, અધિક કલેકટર કેતનભાઈ જોશી,જીતુભાઇ મહેતા,વિજયભાઈ જાની, ભુપતભાઈ પંડયા સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.આ મહાનુભવોના હસ્તે બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટનો જાહેરમાં ઈનામી ડ્રો કરવામાં આવ્યો હતો.અને સ્થળ પર 188 પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 114 તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને પાંચ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યા હતા.અને બ્રહ્મ ચોર્યાસીના કાર્યક્રમમાં 2 હજારથી વધુ ભૂદેવોએ ભાગ લીધો હતો.મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે ત્રીમંદિર, નવલખી રોડ પર મોરબી ખાતે બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાત્માનદજી સરસ્વતીજી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા, અધિક કલેકટર કેતનભાઈ જોશી,જીતુભાઇ મહેતા,વિજયભાઈ જાની, ભુપતભાઈ પંડયા સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.આ મહાનુભવોના હસ્તે બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટનો જાહેરમાં ઈનામી ડ્રો કરવામાં આવ્યો હતો.અને સ્થળ પર 188 પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 114 તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને પાંચ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યા હતા.અને બ્રહ્મ ચોર્યાસીના કાર્યક્રમમાં 2 હજારથી વધુ ભૂદેવોએ ભાગ લીધો હતો.બ્રહ્મપુરી સોસાયટી અંગે પ્રોજેકટ ચેરમેન દિનેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજના સાધારણ પરિવારોને ધરનું ધર બનાવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે નહીં નફો અને નહિ નુક્શાનના ધોરણે નવલખી રોડ પર બ્રહ્મપુરી સોસાયટી બનાવવાનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે.જેમાં તમામ લોકોની હાજરીમાં પ્લોટ વિતરણનો આજે ડ્રો કર્યા બાદ હવે એકવર્ષમાં આવાસો બનાવી દેવામાં આવશે. આવસોમાં સારા રોડ રસ્તા, મહાદેવનું મંદિર, શોપિંગ સેન્ટર, સીસીટીવી કેમેરાની સવલત આપવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.આ ત્રિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રશાંતભાઈ મહેતા,મુકેશભાઈ જાની, દિનેશભાઈ પંડયા. રાજુભાઇ ભટ્ટ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide