તાજેતરમા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી છે અને કેમિકલ ફેકટરીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો અને ક્યાં ક્યાં કેમિકલ હતાં એ અંગેની તેણે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે પોલીસબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે GPCB અને રાજ્ય સરકારની તપાસ કમિટીના સભ્યો ઘટનાસ્થળે મુલાકાત લે એવી શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે જેસીબી મશીનોની મદદથી સમગ્ર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ અને ઇથેનોલ-મિથેનોલ જેવાં બેથી ત્રણ કેમિકલ વાપરી કેટાલિસ્ટ બનાવાતો હતો, જેમાં આ કેમિકલ વપરાતું હતું. ઘટના મામલે હાલમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવશે. કંપનીનું ગોડાઉન બિટુ ભરવાડ નામની વ્યક્તિનું છે અને હિતેશ સૂતરિયા નામની વ્યક્તિએ ભાડે રાખ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને FSLના અભિપ્રાય બાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે. કેમિકલ ક્યાંથી લાવતો હતો, એની પાસે લાઇસન્સ હતું કે કેમ તેમજ એને સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા હતી કે કેમ, તમામ પાસા પર તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી થશે. હિતેશ સૂતરિયાની પૂછપરછ કરવામાં આવી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide